1 |
આજે આખો મુમુક્ષુ સમાજ પૂજ્ય ગુરુદેવશ્રીની જન્મજયંતી ઊજવવા માટે એકઠો થયો છે. પૂજ્ય ગુરુદેવશ્રીનો અંતરંગમાં ઘણો મહિમા આવે છે. આપના શ્રીમુખેથી ઘણો ઘણો મહિમા સાંભળ્યો છે. પ્રસંગે પ્રસંગે આપની પાસે આવીએ છીએ. શ્રી ગુરુદેવનો મહિમા દ્રઢ કરતા જઈએ છીએ છતાં અમને તૃપ્તિ થતી નથી. |
0.00 to 2.14 |
G |
2 |
સ્વાધ્યાયમંદિરમાં આ વખતે આવ્યાં ને ગુરુદેવશ્રીનાં જીવન પ્રસંગના ફોટા જોતાં પૂજ્ય ગુરુદેવશ્રીનું આખું જીવન-દર્શન તાદ્રશ્ય થતું હોય એવું લાગ્યું. આપે એ ફોટાનું જે રીતે આયોજન કર્યું છે તેનાં ભાવો જાણવાની ભાવના છે, તેથી જોતાં ફોટાઓ ચેતનવંતા બની જશે. |
2.15 to 6.49 |
G |
3 |
વાણીના ઘોધને દેખાડ્યો છે તે સરસ લાગે છે. |
6.15 to 7.09 |
G |
4 |
હરીયાળી છવાઈ ગઈ હોય એવું લાગે છે. |
7.10 to 7.14 |
G |
5 |
શ્રી નેમિનાથ ભગવાન પછી સૌરાષ્ટ્રની ભૂમિમાં ગણીએ તો પૂજ્ય ગુરુદેવનાં પ્રતાપે તત્ત્વનો પ્રચાર થયો છે. |
7.15 to 8.24 |
G |
6 |
તુજ પાદથી સ્પર્શાઈ એવી ધૂલીને પણ ધન્ય છે તેથી સોનગઢની ભૂમિ પાવન થઈ ગઈ. સ્વાધ્યાયમંદિરમાં ઠેકાણે ઠાકાણે પૂ. ગુરુદેવશ્રીના ચરણો જોતાં પૂજ્ય ગુરુદેવશ્રી મુખ્ય થઈ ગયા. ચરણ અને ભૂમિનો સુભગ સમાગમ છે. એવા સુંદર ચરણો જોતાં પૂજ્ય ગુરુદેવશ્રી યાદ આવી જાય છે ને એમ લાગે છે કે આ વખતની જન્મજયંતી આપની ઉજવવાની ભાવના જોતાં આખા સમાજને થાય છે કે પૂજ્ય ગુરુદેવશ્રી જરૂર પધારશે. |
8.25 to 9.24 |
G |
7 |
કાલે રાત્રે આપ કેવું સુંદર બોલ્યા કે કરવા જાય કાંઈકને બની જાય છે કાંઈ સુંદર. |
9.25 to 10.08 |
G |
8 |
સમવસરણ સ્તુતિ યાદ આવી ગઈ કે પોતે જ રચના કરે ને આશ્ચર્ય થાય કે રચના કેવી સુંદર બની ગઈ તેમ પૂજ્ય ગુરુદેવશ્રી તીર્થંકરનું દ્રવ્ય છે તેતી સરસ રીતે રચના થઈ ગઈ. |
10.09 to 11.24 |
G |
9 |
આત્મા શબ્દ બોલતા પણ પૂજ્ય ગુરુદેવશ્રીએ શીખવાડયો છે. |
11.24 to 12.09 |
G |
10 |
કહ્યું છે ને વીતરાગમાર્ગમાં ડગલે પગલે પુરષાર્થ જોઈએ છે, તેના સિવાય કાંઈ થતું નથી. તો પુરુષાર્થ એકલાથી થાય છે કે સાથે પૂજ્ય ગુરુદેવશ્રી પ્રત્યે અર્પણતા પણ હોય છે. |
12.10 to 12.56 |
G |
11 |
તે તો પ્રભુએ આપીઓ વર્તું ચરણાધીન. |
12.57 to 14.17 |
G |
12 |
પૂજ્ય ગુરુદેવશ્રીએ સ્વાનુભૂતિનો માર્ગ ઘણો બતાવ્યો છે. બધાને મુંઝવણ થતી હોય છે. પણ પુરુષાર્થ તો પોતે જ કરવાનો છે ને માર્ગ કેવી રીતે શોધવો તેનો પ્રયત્ન કર્યા કરે છે. |
14.18 to 16.03 |
G |
13 |
આમાં સદા પ્રીતિવંત બન, આમાં જ સંતુષ્ટ થા. |
16.04 to 17.33 |
G |
14 |
આવું સમજવા છતાં કામ ન થાય તો તત્ત્વની રુચિની ખામી કે વૈરાગ્યની ખામી. |
17.34 to 18.25 |
G |
15 |
આત્મામાં સંતુષ્ટી થાય એવી પ્રતીતિ આ જીવને કેવી રીતે થાય? |
18.26 to 20.40 |
G |