Shrut Skandh Rachana

શ્રુત સ્કંધ રચના - દ્રવ્યશ્રુત

શ્રુત સ્કંધ રચના

જ્ઞાન

જીવનો વિશેષ ગુણ તે જ્ઞાન છે અથવા જાણનમાત્ર તે જ્ઞાન છે.

જ્ઞાનના આઠ ભેદ

 • ૧) કેવળજ્ઞાન
 • ૨) મનઃપર્યયજ્ઞાન
 • ૩) અવધિજ્ઞાન
 • ૪) વિભંગજ્ઞાન (કુઅવધિજ્ઞાન)
 • ૫) શ્રુતજ્ઞાન
 • ૬) કુશ્રુતજ્ઞાન
 • ૭) મતિજ્ઞાન
 • ૮) કુમતિજ્ઞાન

શ્રુતજ્ઞાન

 • અવગ્રહથી લઈ ધારણા પર્યંત મતિજ્ઞાન દ્વારા જાણવામાં આવેલ અર્થના નિમિત્તથી અન્ય અર્થનું જ્ઞાન થવું તે શ્રુતજ્ઞાન છે.
 • જે પરોક્ષરૂપે સર્વ વસ્તુઓને અનેકાંતરૂપ દર્શાવે છે.
 • સંશય, વિપર્યય આદિથી રહિત જ્ઞાનને શ્રુતજ્ઞાન કહે છે.
 • શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક હોય છે.
 • આત્માની સિદ્ધિ માટે મતિ-શ્રુતજ્ઞાન નિયત કારણ છે.

શ્રુતજ્ઞાનના ભેદ

દ્રવ્યશ્રુત અને ભાવશ્રુત

દ્રવ્યશ્રુત ભાવશ્રુત

આચારાંગાદિ બાર અંગ, ઉત્પાદપૂર્વાદિ ચૌદપૂર્વ અને સામાયિકાદિ ૧૪ પ્રકીર્ણક સ્વરૂપ દ્રવ્યશ્રુત છે અને તેના નિમિત્તે ઉત્પન્ન થતું નિર્વિકાર સ્વ-અનુભવરૂપ જ્ઞાન તે ભાવશ્રુત જાણવું.

દ્રવ્યશ્રુતના ભેદ

અંગ પ્રવિષ્ટ અને અંગ બાહ્ય

અંગની વ્યાખ્યા

ત્રણેય કાળના સમસ્ત દ્રવ્ય અથવા પર્યાયોને 'અંગતિ' અર્થાત્ પ્રાપ્ત થાય છે અથવા વ્યાપ્ત કરે છે તે અંગ છે. અથવા સમસ્ત શ્રુતના અને એને આચારાદિરૂપ અવયવને અંગ કહે છે.

અંગપ્રવિષ્ઠ

આચારંગાદિ બાર ભેદ સહિત છે તે અંગપ્રવિષ્ઠ છે.

અંગ બાહ્ય

ગણધરદેવના શિષ્ય-પ્રશિષ્યો દ્વારા અલ્પાયુ-બુદ્ધિબળવાળા જીવોને ઉપદેશાર્થે અંગોના આધારથી રચવામાં આવેલ સંક્ષિપ્ત ગ્રંથ અંગબાહ્ય છે.

બાર અંગની રચના

તીર્થંકરદેવની ઓમકાર ધ્વનિ સુણતાં સમવસરણમાં ગણધરદેવને અને અંતર્મુહૂર્તમાં બાર અંગરૂપ દ્રવ્યશ્રુતજ્ઞાન પ્રગટ થાય છે. ગણધરદેવ બીજ, કોષ્ઠ, પદાનુસારી તથા સંભિન્નશ્રોતૃત્વ બુદ્ધિ ઋદ્ધિધારી હોવાથી બાર અંગનું જ્ઞાન શક્ય બને છે.

અક્ષર

 • જેટલા અક્ષર છે તેટલું જ શ્રુતજ્ઞાન છે, કેમ કે એક એક અક્ષરથી એક એક ક્ષુતજ્ઞાનની ઉત્પત્તિ થાય છે.
 • એક માત્રાવાળા વર્ણ હૃસ્વ કહેવાય છે;
 • બે માત્રાવાળા વર્ણ દીર્ઘ કહેવાય છે;
 • ત્રણ માત્રાવાળા વર્ણ પ્લુત કહેવાય છે અને
 • અર્ધ માત્રાવાળા વર્ણ વ્યંજન કહેવાય છે.

વ્યંજન ૩૩ છે; સ્વર-૯, હૃસ્વ -૯, દીર્ઘ-૮, પ્લુત એમ મળીને ૨૭ છે અને અયોગવાહ અં, અઃ, x ક તથા x ૫ એમ ૪ છે. કુલ અક્ષર ૬૪ થાય છે.

૬૪ અક્ષરની સ્થાપના

अ आ आરૂ, इ ई ईરૂ, उ ऊ ऊરૂ, ऋ,ॠ ॠરૂ, लृ,लॄ लॄરૂ, ए ए२ एરૂ, ऐ ऐ२ ऐરૂ, ओ ओ२ ओરૂ, औ औ२ औરૂ, क ख ग घ ङ च छ ज झ ञ ट ठ ड ढ ण त थ द ध न प फ ब भ म य र ल व श ष स ह x क x प अं अः આ ૬૪ અક્ષરના પરસ્પર સંયોગમાંથી એક બાદ કરતા કુલ સંયોગાક્ષર ૧૮૪૪૬૭૪૪૦૭3૭૦૯૫૫૧૬૧૫ થાય છે.

પદ

એક અક્ષરથી જે જઘન્ય જ્ઞાન ઉત્પન્ન થાય છે તે અક્ષર શ્રુત-જ્ઞાન છે. એક અક્ષર ઉપર બીજા અક્ષરની વૃદ્ધિ થતાં અક્ષરસમાસ નામનું શ્રુતજ્ઞાન થાય છે. આ રીતે એક એક અક્ષરની વૃદ્ધિ કરતાં સંખ્યાત અક્ષરોની વૃદ્ધિ સુધી અક્ષરસમાસ શ્રુતજ્ઞાન થાય છે. વળી સંખ્યાત અક્ષરોની મેળવણીથી એક પદ નામનું શ્રુતજ્ઞાન થાય છે. પદ ત્રણ પ્રકારના છે. અર્થપદ, પ્રમાણપદ અને મધ્યમપદ.

પદ-અક્ષર

એકેક અક્ષર પરથી અર્થની પ્રાપ્તિ થાય તે અર્થપદ છે; આઠ અક્ષર પરથી નિષ્પન્ન તે પ્રમાણપદ છે અને ૧૬ ૩૪,૮૩,૦૭,૮૮૮ તેટલા અક્ષરોનું ગ્રહણ એક મધ્યમપદ છે.

આઠ અક્ષરોનો એક શ્ર્લોક ગણતાં મધ્યમપદમાં

૫૧,૦૮,૮૪,૬૨૧+૧/૨ તેટલા શ્ર્લોક બને છે.

તેથી સકલ દ્રવ્ય શ્રુતજ્ઞાનના કુલ અક્ષર સંખ્યાને મધ્યમપદ વડે ભાગતાં ૧૧૨,૮૩,૫૮,૦૦૫ પદ બને છે તે બાર અંગના (અંગ પ્રવિષ્ઠના) કુલ પદો છે, અને ઉપરાંતમાં શેષ ૮,૦૧,૦૮,૧૭૫ અક્ષરો બાકી રહે છે. તેટલું અંગ બાહ્યશ્રુત છે.

અંગપ્રવિષ્ટશ્રુતના ભેદ, વિષય તથા પદોની સંખ્યા તથા અંગબાહ્યશ્રુતના ભેદ તથા વિષયનું વર્ણન આગળ કોષ્ટકમાં આપેલ છે.

દ્રવ્યશ્રુતના બે ભેદ છે. : (૧) અંગપ્રવિષ્ટ અને (૨) અંગબાહ્ય.

અંગ પ્રવિષ્ટ શ્રુતના બાર ભેદ છે. જે "દ્વાદશાંગી" (બાર અંગ) તરીકે પ્રસિદ્ધ છે.

દ્રવ્યશ્રુત

અંગપ્રવિષ્ટ

અંગબાહ્યશ્રુત

બાર અંગ ચૌદ પ્રકીર્ણક
૧.આચારાંગ ૧.સામાયિક
૨.સૂત્રકૃતાંગ ૨.ચતુર્વિંશતિસ્તવ
૩.સ્થાનાંગ ૩.વંદના
૪.સમવાય અંગ ૪.પ્રતિક્રમણ
૫.વ્યાખ્યા પ્રજ્ઞપ્તિઅંગ ૫.વૈનયિક
૬.જ્ઞાતૃકથાઅંગ ૬.કૃતિકર્મ
૭.ઉપાસકાધ્યયન અંગ ૭.દશવૈકાલિક
૮.અંતકૃતદશાંગ અંગ ૮.ઉત્તરાધ્યયન
૯.અનુત્તરોપપાદક અંગ ૯.કલ્પવ્યવહાર
૧૦.પ્રશ્નવ્યાકરણ અંગ ૧૦.કલ્પાકલ્પ
૧૧.વિપાકસૂત્ર અંગ ૧૧.મહાકલ્પ
૧૨.દ્રષ્ટિવાદ અંગ ૧૨.પુંડરિક
૧૩.મહાપુંડરિક
૧૪.નિષિધ્ધિકા/ નિસિતિકા

બાર અંગ - તેમના વિષય અને પદ સંખ્યા

ક્રમ નામ વિષય પદ સંખ્યા
આચારાંગ તેમાં મુનિશ્વરોના આચારોનું નિરૂપણ છે. ૧૮,૦૦૦
સૂત્રકૃતાંગ જ્ઞાનના વિનય આદિ અથવા ધર્મ ક્રિયામાં સ્વમત-પરમતની ક્રિયાના વિશેષોનું નિરૂપણ છે. ૩૬,૦૦૦
સ્થાનાંગ પદાર્થોના એક આદિસ્થાનોનું નિરૂપણ છે; જેમ કે જીવ સામાન્યરૂપથી એક પ્રકાર, વિશેષરૂપથી બે પ્રકાર, ત્રણ પ્રકાર ઇત્યાદિ એવા સ્થાનો કહ્યા છે. ૪૨,૦૦૦
સમવાય અંગ જીવાદિ છ દ્રવ્યોના દ્રવ્ય, ક્ષેત્ર, કાળાદિ દ્વારા વર્ણન છે. ૧,૬૪,૦૦૦
વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ અંગ જીવના અસ્તિ-નાસ્તિ આદિ, સાંઈઠ હજાર પ્રશ્ન ગણધરદેવોએ, તીર્થંકરની પાસે કરેલા તેનું વર્ણન છે ૨,૨૮,૦૦૦
જ્ઞાતૃકથા તીર્થંકરોની ધર્મકથા, જીવાદિ પદાર્થોના સ્વભાવનું અંગ વર્ણન તથા ગણધરના પ્રશ્નોના ઉત્તરનું વર્ણન છે. ૫,૫૬,૦૦૦
ઉપાસકાધ્યયન અંગ અગિયાર પ્રતિમા આદિ શ્રાવકના આચારનું વર્ણન છે ૧૧,૭૦,૦૦૦
અંતકૃતદશાંગ અંગ એક એક તીર્થંકરના કાળમાં દશ-દશ અંતકૃત કેવળી થયા તેનું વર્ણન છે. ૨૩,૨૮,૦૦૦
અનુત્તરોપપાદક અંગ એક એક તીર્થંકરના કાળમાં દશ-દશ મહામુનિ ઘોર ઉપસર્ગ સહન કરીને અનુત્તર વિમાનોમાં ઉત્પન્ન થયા તેનું વર્ણન છે. ૯૨,૪૪,૦૦૦
૧૦ પ્રશ્ન વ્યાકરણ અંગ તેમાં ભુતકાળ અને ભવિષ્યકાળ સંબંધી શુભ-અશુભનો કોઈ પ્રશ્ન કરે, તેના યથાર્થ ઉત્તર કહેવાના ઉપાયનું વર્ણન છે. તથા આક્ષેપણી, વિક્ષેપણી, સંવેદની, નિર્વેદની આ ચાર કથાઓનું પણ આ અંગમાં વર્ણન છે. ૯૩,૧૬,૦૦૦
૧૧ વિપાકસૂત્રાંગ કર્મના ઉદયના તીવ્ર-મંદ અનુભાગનું દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષા સહિત વર્ણન છે. ૧,૮૪,૦૦,૦૦૦
૧૨ દ્રષ્ટિવાદ અંગ આ અંગમાં ૧૮૦ ક્રિયાવાદ, ૮૪ અક્રિયાવાદ, ૬૭ અજ્ઞાનિકવાદ અને ૩૨ વૈનયિકવાદ એમ મિથ્યાદર્શન સંબંધી ૩૬૩ કુવાદોનું વર્ણન છે, અને તેનું ખંડન કરવામાં પાંચ અધિકાર છે :
(૧) પરિકર્મ (૨) સૂત્ર (૩) પ્રથમાનુયોગ (૪) પૂર્વગત (૧૪ પૂર્વે) અને (૫) ચૂલિકા.
૧,૦૮,૬૮,૫૬,૦૦૫
બારેય અંગના કુલ પદ ૧૧૨,૮૩,૫૮,૦૦૫
એકસો બાર કરોડ ત્યાંશી લાખ અઠ્ઠાવન હજાર પાંચ

બારમાં દ્રષ્ટિવાદ અંગના પાંચ અધિકાર

પહેલો અધિકાર : "પરિકર્મ"
પરિકર્મમાં ગણિતના કરણસૂત્ર છે. તેના પાંચ ભેદ છે.
ક્રમ નામ વિષય પદની સંખ્યા
૧. ચંદ્ર પ્રજ્ઞપ્તિ ચંદ્રમાના ગમનાદિક, પરિવાર, વૃદ્ધિ-હાનિ, ગ્રહ આદિનું વર્ણન છે. ૩૬,૦૫,૦૦૦
૨. સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂર્યની ઋદ્ધિ, પરિવાર, ગમન આદિનું વર્ણન છે. ૫,૦૩,૦૦૦
૩. જંબુદ્વિપ પ્રજ્ઞપ્તિ જંબુદ્વિપ સંબંધી મેરુગિરિક્ષેત્ર, કુલાચલ આદિનું વર્ણન છે. ૩,૨૫,૦૦૦
૪. દ્વીપસાગર પ્રજ્ઞપ્તિ દ્વિપસાગરનું સ્વરૂપ તથા ત્યાં સ્થિત જ્યોતિષી, વ્યંતર, ભવનવાસી દેવોના આવાસ તથા ત્યાં સ્થિત જિનમંદિરોના વર્ણન છે. ૫૨,૩૬,૦૦૦
૫. વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ જીવ-અજીવ પદાર્થોના પ્રમાણનું વર્ણન છે. ૮૪,૩૬,૦૦૦
પરિકર્મના કુલ પદ : ૧,૮૧,૦૫,૦૦૦
(એક કરોડ એક્યાશી લાખ પાંચ હજાર)
બીજો અધિકાર "સૂત્ર"
તેમાં મિથ્યાદર્શન સંબંધી ત્રણસો ત્રેસઠ કુવાદોનો પૂર્વપક્ષ લઈને તેમને જીવ પદાર્થ પર લગાવવા-આદિનું વર્ણન છે.
તેના પદ અઠ્યાશી લાખ...... (૮૮,૦૦,૦૦૦)
ત્રીજો અધિકાર "પ્રથમાનુયોગ" "પ્રથમાનુયોગ"
તેમાં પ્રથમ જીવને ઉપદેશ યોગ્ય તીર્થંકર, ચક્રવર્તી આદિ ત્રેસઠ શલાકા પુરુષોનું વર્ણન છે.
તેના પદ પાંચ હજાર......... (૫૦૦૦)
ચોથો અધિકાર "પૂર્વગત" તેના ૧૪ ભેદ છે, જે ૧૪ પૂર્વ તરીકે પ્રસિદ્ધ છે.
ક્રમ પૂર્વ વિષય વસ્તુ અધિકાર દરેક અધિકારમાં ૨૦ પાહુડ/ ૨૪ અનુયોગ દ્વાર કુલ પદની સંખ્યા
૧. ઉત્પાદ પૂર્વ એમાં જીવ આદિ વસ્તુઓના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય આદિ અનેક ધર્મોની અપેક્ષાએ ભેદવર્ણન છે. ૧૦ ૨૦૦/૪૮૦૦ ૧,૦૦,૦૦,૦૦૦
૨. અગ્રાયણી પૂર્વ તેમાં સાતસો સુનય, દુર્નય અને ષટ્દ્રવ્ય, સપ્તતત્વ, નવ પદાર્થોનું વર્ણન છે. ૧૪ ૨૫૦/૬૭૨૦ ૯૬,૦૦,૦૦૦
૩. વીર્યાપ્રવાદ પૂર્વ તેમાં છ દ્રવ્યોની શક્તિરૂપ વીર્યનું વર્ણન છે. ૧૬૦/૩૮૪૦ ૭૦,૦૦,૦૦૦
૪. અસ્તિ-નાસ્તિ પ્રવાદ પૂર્વ તેમાં જીવાદિકનું વસ્તુનું સ્વરૂપ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવની અપેક્ષાએ અસ્તિ, પરરૂપ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ નાસ્તિ, આદિ અનેક ધર્મોમાં વિધિ નિષેધ કરીને સપ્તભંગ દ્વારા કથંચિત વિરોધ મટાડવારૂપ મુખ્ય-ગૌણ કરીને વર્ણન છે. ૧૮ ૩૬૦/૮૬૪૦ ૬૦,૦૦,૦૦૦
૫. જ્ઞાનપ્રવાદ પૂર્વ તેમાં જ્ઞાનના ભેદોનું સ્વરૂપ, સંખ્યા, વિષય, ફળ આદિનું વર્ણન છે. ૧૨ ૨૪૦/૫૬૭૦ ૯૯,૯૯,૯૯૯
૬. સત્યપ્રવાદ પૂર્વ તેમાં સત્ય-અસત્ય આદિ વચનોની અનેક પ્રકારની પ્રવૃત્તિનું વર્ણન છે. ૧૨ ૨૪૦/૫૭૬૦ ૧,૦૦,૦૦,૦૦૬
૭. આત્મપ્રવાદ પૂર્વ તેમાં આત્મા (જીવ) પદાર્થના કર્તા-ભોક્તા આદિ અનેક ધર્મોનું નિશ્ચય-વ્યવહારનયની અપેક્ષાએ વર્ણન છે. ૧૬ ૩૨૦/૭૬૮૦ ૨૬,૦૦,૦૦,૦૦૦
૮. કર્મપ્રવાદ પૂર્વ તેમાં જ્ઞાનાવરણાદિ આઠ કર્મોના બંધ, સત્વ, ઉદય, ઉદીરણા આદિનું તથા ક્રિયારૂપ કર્મોનું વર્ણન છે. ૨૦ ૪૦૦/૯૬૦૦ ૧,૮૦,૦૦,૦૦૦
૯. પ્રત્યાખ્યાન પૂર્વ તેમાં પાપના ત્યાગનું અનેક પ્રકારથી વર્ણન છે. ૩૦ ૬૦૦/૧૪૪૦૦ ૮૪,૦૦,૦૦
૧૦. વિધાનુવાદ પૂર્વ તેમાં સાતસો ક્ષુદ્રવિદ્યા અને પાંચસો મહાવિદ્યાઓનું સ્વરૂપ, સાધન, મંત્રાદિક અને સિદ્ધ થયેલ એમના ફળનું વર્ણન છે. તથા અષ્ટાંગ નિમિત્તજ્ઞાનનું વર્ણન છે. ૧૫ ૩૦૦/૭૨૦૦ ૧,૧૦,૦૦,૦૦૦
૧૧. કલ્યાણવાદ પૂર્વ તેમાં તીર્થંકર, ચક્રવર્તી આદિના ગર્ભકલ્યાણકના ઉત્સવ તથા તેનું કારણ ષોડશભાવના આદિ, તપશ્ચરણાદિ તથા ચંદ્રમા, સૂર્યાદિના ગમન વિશેષ આદિનું વર્ણન છે. ૧૦ ૨૦૦/૪૮૦૦ ૨૬,૦૦,૦૦,૦૦૦
૧૨. પ્રાણવાદ પૂર્વ તેમાં આઠ પ્રકારના વૈદક તથા ભૂતાદિકની વ્યાધિને દૂર કરવાના મંત્રાદિક તથા વિષ દૂર કરવાના ઉપાય અને સ્વરોદય આદિનું વર્ણન છે. ૧૦ ૨૦૦/૪૮૦૦ ૧૩,૦૦,૦૦,૦૦૦
૧૩. ક્રિયાવિશાલ પૂર્વ તેમાં સંગીતશાસ્ત્ર, છંદ, અલંકારાદિક તથા ચોંસઠ કલા, ગર્ભાધાન આદિ ચોરાશી ક્રિયા, સમ્યગ્દર્શનઆદિ એકસો આઠ ક્રિયા, દેવવંદનાદિ પચ્ચીક્રિયા, નિત્ય-નૈમિત્તિક ક્રિયા ઇત્યાદિનું વર્ણન છે. ૧૦ ૨૦૦/૪૮૦૦ ૯,૦૦,૦૦,૦૦૦
૧૪. ત્રિલોકબિંદુસાર પૂર્વ તેમાં ત્રણ લોકનું સ્વરૂપ, બિંદુસાર બીજ ગણિતનું સ્વરૂપ તથા મોક્ષનું સ્વરૂપ અને મોક્ષના કારણભૂત ક્રિયાનું સ્વરૂપ, ઇત્યાદિનું વર્ણન છે. ૧૦ ૨૦૦/૪૮૦૦ ૧૨,૫૦,૦૦,૦૦૦
કુલ ૧૯૫ ૩૯૦૦/૯૩૬૦૦ ૯૫,૫૦,૦૦,૦૦૫
પંચાણું કરોડ, પચાસ લાખ, પાંચ
પાંચમો અધિકાર "ચૂલિકા" છે. તેના પાંચ ભેદ છે.
ક્રમ નામ વિષય પદની સંખ્યા
૧. જલગતાચૂલિકા જલનું સ્તંભન કરવું, જલમાં ચાલવું, અગ્નિનગતા ચૂલિકામાં અગ્નિસ્તંભન કરવી, અગ્નિમાં પ્રવેશ કરવો, અગ્નિનું ભક્ષણ કરવું, ઇત્યાદિના કારણભૂત મંત્ર-તંત્રાદિકની પ્રરૂપણા છે. ૨,૦૯,૮૯,૨૦૦
૨. સ્થલગતાચૂલિકા મેરૂપર્વત, ભુમિ, ઇત્યાદિમાં પ્રવેશ કરવો, શીઘ્રગમન કરવું, ઇત્યાદિ ક્રિયાના કારણરૂપ મંત્ર, તંત્ર, તપશ્ચરણ આદિની પ્રરૂપણા છે. ૨,૦૯,૮૯,૨૦૦
૩. માયાગતાચૂલિકા તેમાં માયામયી ઇન્દ્રજાલ વિક્રિયાના કારણભૂત મંત્ર, તંત્ર,તપશ્ચરણાદિની પ્રરૂપણા છે. ૨,૦૯,૮૯,૨૦૦
૪. રૂપગતાચૂલિકા તેમાં સિંહ, હાથી, ઘોડા, બળદ, હરણ ઇત્યાદિ અનેક પ્રકારના રૂપ બનાવી લેવાના કારણભૂત મંત્ર, તંત્ર, તપશ્ચરણાદિની પ્રરૂપણા છે, તથા ચિત્રામ કાષ્ઠલેપ આદિના લક્ષણનું વર્ણન છે. ૨,૦૯,૮૯,૨૦૦
૫. આકાશગતાચૂલિકા તેમાં આકાશમાં ગમન આદિના કારણભૂત મંત્ર, યંત્ર, તંત્રાદિની પ્રરૂપણા છે. ૨,૦૯,૮૯,૨૦૦
ચૂલિકાના કુલ પદ ૧૦,૪૯,૪૬,૦૦૦

બારમા "દ્રષ્ટિવાદ અંગ"ના દરેક અધિકારના કુલ પદની સંખ્યા

પરિકર્મ ૧,૮૧,૦૫,૦૦૦
સૂત્ર ૮૮,૦૦,૦૦૦
પ્રથમાનુયોગ ૫,૦૦૦
પૂર્વગ (૧૪ પૂર્વ) ૯૫,૫૦,૦૦,૦૦૫
ચૂલિકા ૧૦,૪૯,૪૬,૦૦૦
કુલ પદ ૧૦૮,૬૮,૫૬,૦૦૫
એકસો આઠ કરોડ અડસઠ લાખ છપ્પન હજાર પાંચ
Chart

અંગ બાહ્ય શ્રુત

૧૪ પ્રકીર્ણક વિષય
સામાયિક લાભ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ = ૬
ચતુર્વિંશતિસ્તવન ૨૪ ભગવાનનો મહિમા
વંદના એક તીર્થંકરના આશ્રયે વંદના સ્તુતિ
પ્રતિક્રમણ ૭ પ્રકારના પ્રતિક્રમણ: દૈવસિક, રાત્રિક, ઐર્યાપથિક, પાક્ષિક,ચતુર્માસિક, સાંવત્સરિક, ઉત્તમાર્થ
વૈનયિક ૫ પ્રકારના વિનય ૧. લોકાનુવૃત્તિ વિનય ૨. અર્થ નિમિત્તીક વિનય ૩. કામતન્ત્ર વિનય ૪. ભયવિનય ૫. મોક્ષવિનય
કૃતિકર્મ અરિહંતાદિકની વંદનાની ક્રિયા
દશવૈકાલિક મુનિના આચાર; આહારની શુદ્ધતા
ઉત્તરાધ્યયન પરિષહ-ઉપસર્ગ સહન કરવાનું વિધાન
કલ્પવ્યવહાર મુનિને યોગ્ય આચરણ અને અયોગ્ય સેવેલાનું પ્રાયશ્ચિત
૧૦ કલ્પાકલ્પ મુનિને યોગ્ય અને અયોગ્ય દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાથી વર્ણન
૧૧ મહાકલ્પ જિનકલ્પી મુનિને પ્રતિમાયોગ, ત્રિકાલયોગ અને સ્થવિર કલ્પી મુનિની પ્રવૃત્તિ
૧૨ પુંડરિક ચાર પ્રકારના દેવોમાં ઉત્પન્ન થવાનું કારણ
૧૩ મહાપુંડરિક ઇન્દ્રાદિક મહાન ઋદ્ધિધારક દેવમાં ઉત્પન્ન થવાનું કારણ
૧૪ નિષિધ્ધિકા/નિસિતિકા અનેક પ્રકારની શુદ્ધતાના નિમિત્તે પ્રાયશ્ચિતોનું પ્રરૂપણ