1 |
પ્રશ્ન :- એટલી ઊંચી ભૂમિકામાં પહોંચ્યા પછી પણ આવો વિનયનો ભાવ આવે છે તો સામાન્ય જ્ઞાની અને જ્ઞાની થનારને પણ આવો ભક્તિભાવ તો અંદર .. |
01.48 to 03.18 |
G |
2 |
પ્રશ્ન :- માતાજી! મારે તો થોડું વધારે પૂછવું છે કે દેવ-ગુરુ પ્રત્યે તો દરેક જ્ઞાનીને અથવા જ્ઞાની થનારને ભક્તિ આવે જ. પણ પોતાના ઉપર જે ઉપકારી છે એના પ્રત્યે દેવ-ગુરુ કરતા પણ વધારે ભક્તિનો ભાવ આવતો હશે એવું ખરું? |
03.19 to 03.40 |
G |
3 |
પ્રશ્ન :- હા. જેના નિમિત્તે પોતાને સમ્યક્દર્શન પ્રાપ્ત થયું છે અથવા સમ્યક્દર્શન પ્રાપ્ત થવામાં નિમિત્ત કારણ થાય એવા છે. એના પ્રત્યે સામાન્ય દેવ-ગુરુ-પ્રત્યેપણ જે ભક્તિનો ભાવ એના કરતા વધારે ઉછાળો આવે એવો કોઈ નિયમ હશે ખરો? |
03.41 to 04.45 |
G |
4 |
પ્રશ્ન :- એટલે મને બે દિવસની ભક્તિ આપની સાંભળ્યા પછીથી જ ભાવ આવ્યો કે આપે કહ્યું એ બરાબર છે. દેવના સ્વરૂપને યથાર્થ સમજે, નિર્ગ્રંથ ગુરુ હોય તો એના સ્વરૂપને યથાર્થ સમજે. એમ છતાં પણ જેનો પ્રત્યક્ષ ઉપકાર થયો છે અથવા જેનો પ્રત્યક્ષ ઉપકાર થવાનો સંભવ છે એના... |
04.46 to 05.32 |
G |
5 |
પ્રશ્ન :- ‘કુંદકુંદાચાર્યે' કીધું જિનકથન ભાષા સૂત્રમય શાબ્દિક વિકારરૂપે થવું, એ જાણ્યું શિષ્ય ભદ્રબાહુ તણા અને એમ જ કહ્યું જસ બોધ દ્વાદશ અંગનો ચૌદશ પૂર્વ વિસ્તારનો, જય હો શ્રુતંધર ભદ્રબાહુ ગમકગુરુ ભગવાનનો. એ કાંઈ ઊંચી ભક્તિ કરી છે? |
05.33 to 05.57 |
G |
6 |
પ્રશ્ન :- બેવાર, ત્રણવાર છે. એમ શિષ્યે જાણ્યું. ‘કુંદકુંદાચાર્યે' જાણ્યું એમ નહિ. ‘તે જાણ્યું શિષ્યે ભદ્રબાહુ તણા' મેં તો એમ જ કહ્યું છે, જાણીએ છીએ. |
05.58 to 06.20 |
G |
7 |
પ્રશ્ન :- ભગવાન તાત્કાલિક લાભનું કારણ તો આ થયું ને? આજે જેમ અમને ‘બહેનશ્રી' પાસેથી જાણીને લાભ થાય તો લોકો આવે જ આવે. એમાં શંકા નહિ. અમારે તો સાક્ષાત્ ભગવાન જ એમ સમજોને. ભગવાનનું સ્વરૂપ ચોખ્ખું આપણને અત્યારે દર્શાવી રહ્યા જ છે ને? આ કોઈ વિવેકની વાત નથી... |
06.21 to 07.07 |
G |
8 |
પ્રશ્ન :- પણ ‘બહેનશ્રી' એ વખતે અમને .. નહોતું જાગૃત થયું. આજે ગેરહાજરીમાં ‘ગુરુદેવ' યાદ આવે છે. એ ‘ગુરુદેવ' આ રૂપ હવે અમને ખ્યાલ આવે છે કે ઓહો..! ‘બહેનશ્રી' કહે છે એ જ વાત સાચી હતી. મહિમા એવો જ પણ આ દ્વારા અહીંયા હવે અત્યારે આવે છે. એ વખતે અમે એટલો ખ્યાલ... |
07.08 to 09.09 |
G |
9 |
પ્રશ્ન :- માતાજી! એક બીજો પ્રશ્ન છે. આપે થોડા દિવસ પહેલા આપની ચર્ચા થોડી થઈ હતી પણ કોઈ સમાધાન નહોતું થયું. સવિકલ્પ નિર્ણયનું યથાર્થ સ્વરૂપ શું છે? એની સમ્યક્દર્શન માં કારણપણું કેટલું છે? એની મર્યાદા કેટલી? |
09.10 to 09.31 |
G |
10 |
પ્રશ્ન :- સવિકલ્પ યથાર્થ નિર્ણય એનું સ્વરૂપ શું છે? અને એની સમ્યક્દર્શન પામવામાં એનું કારણપણું કેટલું? અને એ મહિમા કરવાયોગ્ય હોય તો કેવા પ્રકારે ? |
09.32 to 11.37 |
G |
11 |
પ્રશ્ન :- ‘મોક્ષમાર્ગપ્રકાશક'માં .. પુરુષાર્થ કે તત્ત્વનો નિર્ણય કરવો એટલો જ તારો પુરુષાર્થ છે. તત્ત્વનો નિર્ણય એટલે યથાર્થ દ્રવ્ય-ગુણ-પર્યાયના સ્વરૂપમાં હું જ્ઞાયક જ છું એવો સવિકલ્પાત્મક નિર્ણય. તો ત્યાં જે વજન આપ્યું એટલું કે ભાઈ તું તત્ત્વનો નિર્ણય... |
11.38 to 13.55 |
G |
12 |
પ્રશ્ન :- એટલે કે કારણ યથાર્થ એણે સેવ્યું છે. બીજા કોઈ કારણો ભક્તિ કરે, અમુક બીજું કરે એના કરતા જે આ નિર્ણય સુધી આવ્યો છે એને કાર્ય સમ્યક્દર્શન રૂપી કાર્ય પ્રગટ થવાનું યથાર્થ કારણ એણે રોપ્યું છે. |
13.56 to 16.28 |
G |
13 |
પ્રશ્ન :- ભક્તિપૂર્વકનો.. . |
16.29 to 16.33 |
G |
14 |
પ્રશ્ન :- મુખ્ય ભલે તત્ત્વનિર્ણય રહ્યો પણ એની સાથે આ બધું હોય? |
16.34 to 16.46 |
G |
15 |
પ્રશ્ન :- બહુ સરસ માતાજી જવાબ આપ્યો. કાર્યનું કારણ આપીને એની જટલી અગત્યતા છે એટલી અગત્યતા પણ આપે સમજાવી અને એની સાથે ભક્તિ, વૈરાગ્ય એ બધું પણ સાથે હોય ત્યારે જ આ નિર્ણયમાં લુખાશ નહિ આવી જાય. નહિતર લુખાશ આવી જશે. |
16.47 to 17.21 |
G |
16 |
પ્રશ્ન :- મુખ્ય વાત નિષેધ ન હોય એને. |
17.22 to 18.07 |
G |