Shree Swanubhuti Teerth Suvarnpuri (Songadh)

Hotspot text!

વર્તમાનકાળના અધ્યાત્મવિદ્યાના ઉત્કૃષ્ટ જ્યોતિધર પૂજ્ય સદ્-ગુરૂદેવશ્રી કાનજીસ્વામીની આ સાધનાભૂમિ ‘સોનગઢ’.વિ. સં. ૧૯૯૧(ઈ.સ.૧૯૩૫)માં પૂજ્ય સદ્-ગુરૂદેવશ્રી અહીં પધાર્યા અને દિગંબર-જૈનધર્મનો વિજય ધ્વજ ફરકાવ્યો. ઉત્તરોત્તર અહીં સ્વાધ્યાયમંદિર, વિદેહક્ષેત્રના સીમંધરભગવાનનું મંદિર, સીમંધર ભગવાનનું સમવસરણ, માનસ્તંભ, પ્રવચનમંડપ, પરમાગમમંદિર, તથા નંદીશ્વર જિનાલયની રચના થઈ છે. પરમોપકારી પૂજ્ય ગુરૂદેવશ્રી કાનજીસ્વામી તથા તદ્-ભક્ત ભગવતી પૂજ્ય બહેનશ્રી ચંપાબેનની ધર્મસાધનાથી સુવર્ણપુરી ધામ ‘તું પરમાત્મા છે’. ‘તું ભગવાન આત્મા છે’ આદિ ગુરૂવાણીના નાદોથી સદા ગુંજતુ રહે છે. જે ભવ્ય જીવોને સતત આત્માર્થની પ્રેરણા આપે છે.

અનુભૂતિ તીર્થમહાન, સુવર્ણપુરી સોહે,
યહ કહાનગુરૂ વરદાન મંગલ મુક્તિ મિલે.