Shree Simandharswami Digamber Jinmandir
વિ.સં.૧૯૯૭(ઈ.સ.૧૯૪૧) મહાવદ ૧૧ થી ફાલ્ગુન સુદ બીજ સુધી પંચકલ્યાણક પ્રતિષ્ઠાનો અઠ્ઠાઈ મહોત્સવ ઉજવવામાં આવ્યો. જિનમંદિરમાં સીમંધર ભગવાન, શાંતિનાથ ભગવાન, તથા પદ્મપ્રભ ભગવાનની સંગેમરમરની મોટી પ્રતિમાઓ છે. નીચે ધાતુના આદિનાથ ભગવાન, નેમિનાથ ભગવાન, મહાવીર ભગવાન, પાર્શ્વનાથ ભગવાન સ્ફટિકમણિના છે. ઉપરની વેદીમાં નેમીનાથ ભગવાનની શ્યામ પ્રતિમા બિરાજે છે, જે અતિરમ્ય છે, ભક્તોનો પ્રવાહ સોનગઢ તરફ વધી રહ્યો હતો. થોડા જ વર્ષોમાં ભક્તોએ ફરીથી વિ.સં.૨૦૧૩ (ઈ.સ.૧૯૫૭)માં મંદિરનું વિસ્તૃતિકરણ કર્યું. તે સમયે પૂજ્ય ગુરૂદેવશ્રીને ૬૮મું વર્ષ ચાલી રહ્યું હોવાથી તેની સ્મૃતિમાં જિનમંદિરની ઊંચાઈ ૬૮ ફુટ રાખવામાં આવી હતી.
સાતિશય જિનવર મંદિર હૈ, દિવ્યમૂરતિ સીમંધર જિનકી,
જિનકે દર્શનકર જગ પ્રાણી, આતમ શાંતિ સુખ પાતે હૈં.